મારુ હું મીટી ને તારું તું થવું


તારી પ્રિતમાં પ્રેરાવું,
તારા વિચારોમાં ખોવાવું,
તારા સ્નેહમાં જાત ને જાબોળવું,
તારામાં એ રીતે વિલીન થવું જાણે,
મારુ હું મીટી ને તારું તું થવું...

તારી આંખોમાં પ્રતિબિંબિત થવું,
તારા અધરો પર નાં હાસ્યનું કારણ થવું,
તારા તેજથી મારુ જળહળવું,
મારાં અહમ થી પરે થઈ તારા વિશ્વાસ માં ,
મારુ એ રીતે બંધાવું જાણે,
મારુ હું મીટી ને તારું તું થવું...

તારા વિભિન્ન રંગોમાં રંગાવું,
તારી મહેક માં મહેકવું,
તારા શબ્દોમાં વિખરાવું,
તારા અસ્તિત્વથી મારા અસ્તિત્વનું જોડાણ,
એ રીતે સાધવું જાણે,
મારુ હું મીટી ને તારું તું થવું...

તારાં દુઃખોમાં ભાગીદાર થવું,
તારા સુખોમાં સાથીદાર થવું,
મારાં સ્વપ્નોમાં તારું ઉજાગર થવું,
તારા જ સાથ માં મારા જીવનને ,
સાર્થકતા પામવી જાણે,
મારુ હું મીટી ને તારું તું થવું...

Payal Bodar

શીર્ષક- નિધી વઘાસિયા


Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send